દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારે એક વધુ ખેડૂતોને ફાયદાકારક પગલું ભર્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે શેરડીના ખેડૂતો માટે એક મોટા સમાચાર આપ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે શેરડીના ભાવ (એસએપી) માં 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવાની જાહેરાત કરી હતી.
યુનાઈટેડ કિસાન મોરચાની આગેવાની હેઠળના ભારત બંધ પહેલા ‘કિસાન સંમેલન’ ને સંબોધતા મુખ્યમંત્રીએ સોમવારે કહ્યું કે તેનાથી 45 લાખ ખેડૂતોને ફાયદો થશે. ઘણા સમયથી શેરડીના ભાવમાં વધારો કરવાની માંગ ઉઠી રહી હતી ત્યારે યોગી આદિત્યનાથે આ નિર્ણય જાહેર કરતા શેરડીના ખેડૂતોને મોટો ફાયદો થશે.
આ પહેલા હરિયાણા અને પંજાબ સરકારે પણ શેરડીના ભાવમાં વધારો જાહેર કર્યો હતો.