દેશમાં ઘણા સ્થળોએ, જ્યાં ટામેટાંના ભાવ અસાધારણ રીતે ઊંચા હતા, સરકાર દ્વારા 90 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે ટામેટાં વેચવા માટે સરકારના હસ્તક્ષેપથી ટામેટાંના જથ્થાબંધ ભાવમાં ઘટાડો થયો છે.
દેશભરમાં 500 થી વધુ સ્થાનો પર પરિસ્થિતિનું પુન: મૂલ્યાંકન કર્યા પછી, રવિવાર, 16 જુલાઈ, 2023 થી તેને રૂ. 80 પ્રતિ કિલોના દરે વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ એગ્રીકલ્ચરલ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન (NCCF) દ્વારા દિલ્હી, નોઈડા, લખનૌ, કાનપુર, વારાણસી, પટના, મુઝફ્ફરપુર અને અરાહમાં વિવિધ સ્થળોએ આજથી વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. વર્તમાન બજાર કિંમતોના આધારે આવતીકાલથી વધુ શહેરોમાં વેચાણ વિસ્તારવામાં આવશે.