ભારતમાં આજે ફરી એક વખત બે લાખથી વધારે કોરોના દર્દી સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,34,154 નવા કેસ સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા 2,11,499 જોવા મળી છે જેને કારણે એક્ટિવ કેસમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,34,154 નવા કેસ આવતા ભારતમાં કુલ કોરોના કેસની સંખ્યા 2,84,41,986 પર પહોંચી ગઈ છે જ્યારે 2,11,499 દર્દી સાજા થતા ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 2,63,89,584 પર પહોંચી ગઈ છે.
હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ દિન પ્રતિદીન ઘટી રહી છે અને તેને કારણે ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 17,13,413 પર પહોંચી છે.
જોકે ભારતમાં હજુ પણ કોરોનાને લીધે થતા મોતની સંખ્યા વધુ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતના 2,887 લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે ભારતમાં કુલ મોતની સંખ્યા 3,87,989 પર પહોંચી ગઈ છે.
ભારતમાં ગઈકાલે 24,26,265 લોકોએ રસીનો ડોઝ લીધો હતો જ્યારે અત્યાર સુધીમાં ભારતમાં કુલ 22,10,43,693 રસીના ડોઝ આપી દેવાયા છે. જેમાં પ્રથમ ડોઝ 15,56,65,160 લોકોને જયારે બીજો ડોઝ 4,53,78,533 લોકોને આપવામાં આવ્યો છે.