પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી કોઈ ફેરફાર થયો નથી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટ અનુસાર દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા અને ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પણ પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર છે.
રાજસ્થાનની વાત કરીએ તો શ્રી ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 112.11 અને ડીઝલનો ભાવ 95.26 જોવા મળી રહ્યો છે.જયારે
પોર્ટ બ્લેરમાં પેટ્રોલનો ભાવ 82.96 અને ડીઝલનો ભાવ 77.13 છે. ઉત્તર પ્રદેશમાં એકદંરે પેટ્રોલનો ભાવ 95 થી 96 ની વચ્ચે જોવા અલી રહ્યો છે.