કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે માહિતી આપી હતી કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 15,510 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે જયારે 2છેલ્લા 4 કલાકમાં 106 મૃત્યુ નોંધાયા છે. જયારે છેલ્લા 34 કલાકમાં 11,288 સાજા થયા હતા.
આ સાથે, દેશમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા હવે 1,10,96,731 છે, જેમાં 1,68,627 સક્રિય કેસ અને 1,07,86,457 રિકવર દર્દીઓનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં 106 લોકોના મોટ બાદ ભારતમાં કુલ મોતનો આંકડો હવે 1,57,157 છે.
COVID-19 રસીના અત્યાર સુધીમાં 1,43,01,266 ડોઝ આપવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સીઓવીડ -19 રસી અંગેના સંકોચને દૂર કરતા ખુદ તેમને ભારત બાયોટેક કંપનીની રસી એઇમ્સ ખાતે લીધી હતી.
આઇસીએમઆર અનુસાર, 28 ફેબ્રુઆરી સુધીમાં 21,68,58,774 નમૂનાઓનું કોવિડ -19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાંથી 6,27,668 નમૂનાઓનું રવિવારે પરીક્ષણ કરાયું હતું.