આ વર્ષે ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થશે, જાણો કેરળમાં ક્યારે બેસશે ચોમાસુ

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે કહ્યું કે કેરળમાં ચોમાસાની શરૂઆત 4 જૂનની આસપાસ થશે. IMD અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વ્યાપક વરસાદની શક્યતા છે. આ વર્ષે, કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખની તુલનામાં સહેજ વિલંબિત થવાની સંભાવના છે, IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું.

ગયા વર્ષે, ચોમાસું IMDની આગાહીની તારીખના બે દિવસ પછી 29 મેના રોજ કેરળમાં આવી ગયું હતું. IMD એ જણાવ્યું કે કેરળમાં 2015 સિવાય છેલ્લા 18 વર્ષ (2005-2022) દરમિયાન ચોમાસાની શરૂઆતની તારીખ સાચી સાબિત થઈ. દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ દરમિયાન હરિયાણા અને દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના છૂટાછવાયા ભાગોમાં અને મધ્યપ્રદેશ અને વિદર્ભ પ્રદેશમાં આગામી બે દિવસ દરમિયાન ધૂળની ડમરીઓ અને તોફાની પવનો આવવાની સંભાવના છે.

IMD એ આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વ્યાપક વરસાદની આગાહી કરી છે. 16 થી 20 મે દરમિયાન આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here