વિપ્રો, નેસ્લે કરતાં વધુ સમૃદ્ધ છે તિરુપતિ મંદિર , ઘણા દેશોની જીડીપી કરતાં વધુ છે નેટ વર્થ

તિરુમાલાના ભગવાન વેંકટેશ્વર મંદિરની સંપત્તિ સામે દેશની મોટી કંપનીઓ પણ ટકી ન શકે . તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (TTD) મંદિરની સંપત્તિની માહિતી જાહેર કરવામાં આવી છે. દેવસ્થાનના મતે તેમની પાસે માત્ર વિપ્રો, નેસ્લે જ નહીં પરંતુ ONGC, IOCની માર્કેટ કેપિટલ કરતાં પણ વધુ સંપત્તિ છે. મંદિરની નેટવર્થ વિશ્વના ઘણા દેશોની જીડીપી કરતા પણ વધુ છે. પીટીઆઈ ના જણાવ્યા અનુસાર, તિરુપતિ મંદિરની કુલ સંપત્તિ 2.5 લાખ કરોડ રૂપિયા (લગભગ $30 બિલિયન) થી વધુ છે. આ આંકડો આઈટી કંપની વિપ્રો, ફૂડ એન્ડ બેવરેજ કંપની નેસ્લે સહિત દેશની કેટલીક કંપનીઓની માર્કેટ મૂડી કરતાં વધુ છે.

આજતકના એક અહેવાલ અનુસાર, છેલ્લા 90 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે મંદિરની સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવી છે. ભગવાન વેંકટેશ્વરને સમર્પિત મંદિરના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનની 1933 માં તેની સ્થાપના થઈ ત્યારથી બેંકમાં રોકડ, સોનું અને વધુ સહિત તેની સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવી છે. મંદિર પાસે 10.25 ટન સોનાની થાપણો, 2.5 ટન સોનાના આભૂષણો ઉપરાંત બેંકોમાં જમા 16,000 કરોડ રૂપિયા, દેશભરમાં 960 સ્થળોએ સંપત્તિ છે, જે 7,123 એકરમાં ફેલાયેલી છે. તે ગણતરી પ્રમાણે તિરુપતિની કુલ નેટવર્થ રૂ. 2.5 લાખ કરોડ છે.
છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો તેમાં વધારો થઈ રહ્યો છે. 2019માં બેંક પાસે 7.4 ટન સોનું હતું. હવે તેમાં 2.9 ટનનો ઉમેરો થયો છે. 2019માં બેંકોમાં રોકાણ રૂ. 13,025 કરોડ હતું. તે હવે વધીને રૂ. 15,938 કરોડ થઈ ગયો છે. એટલે કે રૂ.2900 કરોડનો વધારો થયો છે.

આ કંપનીઓની MCap કરતાં વધુ નેટવર્થ
સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, તિરુપતિ મંદિરની નેટવર્થ દેશની કેટલીક બ્લુ-ચિપ કંપનીઓની સંપત્તિ કરતાં વધુ છે. બેંગલુરુ સ્થિત રિષદ પ્રેમજીની આગેવાની હેઠળની IT જાયન્ટ વિપ્રોની માર્કેટ કેપ રૂ. 2.14 લાખ કરોડ છે, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટનું માર્કેટકેપ રૂ. 1.99 લાખ કરોડ છે. આ સિવાય નેસ્લે ઈન્ડિયાની માર્કેટ મૂડી 1.96 લાખ કરોડ રૂપિયા છે. માત્ર આ કંપનીઓ જ નહીં, પરંતુ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)નું માર્કેટ કેપ પણ મંદિર ટ્રાસ્કની નેટવર્થ કરતાં ઓછું છે.

ઘણા દેશોની જીડીપી પણ મંદિર પાછળ છે
તિરુપતિ મંદિરની સંપત્તિ માત્ર દિગ્ગજ કંપનીઓથી વધુ નથી પરંતુ વિશ્વના ઘણા દેશોની જીડીપીથી પણ વધુ છે. વિશ્વ બેંકના 2021 જીડીપી ડેટા અનુસાર, ડોમિનિકા, સેશેલ્સ, એન્ટિગુઆ અને બરબુડા, ભૂટાન, ગ્રીનલેન્ડ, ફિજી, માલદીવ્સ, મોનાકો, બર્મુડા, ગુયાના, તાજિકિસ્તાન, મોરેશિયસ, દક્ષિણ સુદાન, નામીબિયા, નિકારાગુઆ, મોંગોલિયા, માલ્ટા, માલી, અફઘાનિસ્તાન,હૈટી, આઇસલેન્ડ, ઝિમ્બાબ્વે, સાયપ્રસ અને તિરુપતિ ટેમ્પલ ટ્રસ્ટ સહિત અન્ય ઘણા દેશોમાં જીડીપી કરતા વધુ સંપત્તિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here