સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે કે ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.
ભારતના ચાર મુખ્ય શહેરની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ 105.41 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 96.67 રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં પેટ્રોલનો ભાવ 120.51 રૂપિયા અને ડીઝલનો ભાવ 104.77 રૂપિયા રાખવામાં આવ્યો છે. ચેન્નાઈમાં હાલ પેટ્રોલ 110.85 અને ડીઝલનો ભાવ 100.94 રૂપિયા ના ભાવે વેચાઈ રહ્યું છે. જયારે કલકત્તામાં પેટ્રોલનો ભાવ 115.12 અને ડીઝલનો ભાવ 99.63 રૂપિયા જોવા મળી રહ્યો છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની વાત કરીએ તો અહીં પેટ્રોલનો ભાવ 105.25 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 96.83 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જયારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પેટ્રોલ નો ભાવ 118.14 અને ડીઝલનો ભાવ 101.16 રૂપિયાના ભાવે પેટ્રોલ પમ્પ પર વેચાઈ રહ્યું છે.