લોકડાઉનને કારણે ખાંડ ઉદ્યોગની હાલત દિન પ્રતિદિન વધુ ખરાબ થતી જોવા મળી રહી છે. લોકડાઉંનને કારણે કોલ્ડ્રિંક્સ,આઈસ્ક્રીમ અને મીઠાઈની દુકાનો બંધ હોવાને કારણે ખાંડની ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.ડિમાન્ડ ઘટી જતા સુગર મિલો પણ એક પડકારરૂપ સમયમાંથી પસાર થઇ રહી છે. લોકડાઉનને કારણે મોલિસીસ, સ્પિરિટ ,એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ENA) જેવી અન્ય સુગર મિલોની પ્રોડક્ટની ડિમાન્ડ પણ ઘટી જવા પામી છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પણ પેટ્રોલમાં મિશ્રિત થતું ઈથનોલની માંગમાં ઘટાડો કરી દીધો છે.ઓઇલ માર્કેટિંગ કંપનોએ તો કહી દીધું છે કે પેટ્રોલ પમ્પ અને વાહન વ્યવહાર બંધ હોવાને કારણે પેટ્રોલની ડિમાન્ડમાં પણ ભારે ઘટાડો આવ્યો છે.
ખાંડ અને સહઉત્પાદક પ્રોડક્ટની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સુગર મિલો માટે એક વધુ પડકારરૂપ સમય આવી ગયો છે. મહારાષ્ટ્રની સુગર મિલો ઉત્તર પ્રદેશની સરખામણીમાં વધુ સારી સ્થિતિમાં છે. મહારાષ્ટ્રમાં આ સીઝનમાં શેરડીનું ઉત્પાદન જ ઓછું થતા ત્યાંની સુગર મિલોની સામે વધારાની સમસ્યા પ્રમાણમાં ઓછી છે. કારણ કે ઉત્તર પ્રદેશની સરખામણીમાં ઇન્વેન્ટરી ઓછી છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં શેરડીના મબલખ પાકને કારણે ખાંડ અને અન્ય બાયપ્રોડક્ટની ગોઠવણીમાં વધુ સમસ્યાનો સામનો કરી રહી છે.
સુગર ઇન્ડસ્ટ્રીની સમસ્યા અને કઠિન પરિસ્થિતિઓને કારણે સુગર મિલોના સંગઠનો દ્વારા વડા પ્રધાનને પત્ર પણ લખવામાં આવ્યો છે અને મદદની માંગ કરવામાં આવી છે.