ટ્રમ્પને મોદીનો એમનીજ ભાષામાં જવાબ:29 વસ્તુના આયાત દરમાં ભારે વધારો

અમેરિકાને એની જ ભાષામાં જવાબ આપવા માટે મોદી સરકાર એક્શનમાં આવશે. ભારતમાંથી અમેરિકામાં આયાત થનાર ખેતી ઉત્પાદક સહિત 29 વસ્તુ પર આયાત દર પર ભારે વધારો કરવામાં આવશે. મળેલી એક જાણકારી પ્રમાણે મોદી સરકાર ખેતી પ્રોડક્ટ, સ્લીટની વસ્તુઓ, વગેરેમાં ભાવ ડબલ કરશે. જો કે 800 સીસી વાળી બાઈક પર ભાવ નહીં વધારવામાં આવે.

એટલે એક વાત નક્કી છે કે અમેરિકાને ભારતમાં માલ-સામાન વેચવા માટે વધારે ટેક્સ ચૂકવવો પડશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય તો પહેલાથી જ લેવાઈ ગયો છે પરંતુ માત્ર અમેરિકી સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. નાણાકીય વર્ષ 2017-18માં ભારતનો અમેરિકાને એક્સપોર્ટ 47.9 અરબ ડોલર જ્યારે ઈમ્પોર્ટ 26.7 અરબ ડોલર થયો હતો. એ રીતે જોઈએ તો વેપાર સંતુલન ભારત તરફી રહ્યું.

મોદી સરકારનો મોટો ફેંસલો

ભારતે બદામ, અખરોટ સહિત 29 અમેરિકી વસ્તુઓ પર 16 જૂનથી જવાબી આયાત દર લગાડવાની શરૂઆત કરવાનો ફેંસલો કર્યો છે. આ પહેલા પણ સરકાર આ ભાવ વધારવા માટે કેટલીય બેઠક કરી ચૂક્યું છે. સુત્રોએ શુક્રવારે જણાવ્યું કે નાણામંત્રાલય જલ્દી જ આ વાત પર કંઈક આખરી નિર્ણય લેશે. ભારત સરકારનાં આ નિર્ણય પછી અમેરિકાને 29 વસ્તુઓ પર ભારે ભરખમ ટેક્સ ચૂકવવો પડશે. આ નિર્ણયનાં કારણે ભારતને 21.7 કરોડ ડોલરનો ફાયદો થવાની શક્યતાં છે.

આલટી વસ્તુઓ પર વધશે આયાત દર

*કાબુલી ચણા પર 30 ટકાથી વધારીને 70 ટકા
*ચણા પર 30 ટકાથી વધારીને 70 ટકા
*દાળ પર 30 ટકાથી વધારીને 70 ટકા
*સફરજન પર 30 ટકાથી વધારીને 75 ટકા
*અખરોટ પર 30 ટકાથી વધારીને 120 ટકા
*લોખંડના સીધા રોડ પર 15 ટકાથી વધારીને 27.5 ટકા
*સ્ટીલના સીધા રોડ પર 15 ટકાથી વધારીને 22.5 ટકા

શા માટે લીધો આ નિર્ણય

અમેરિકા દ્વારા જૂન મહિનામાં ભારતને 44 વર્ષ પહેલા મળેલો વેપારી વરિયતાનો દરજ્જો પરત લઈ લેવામાં આવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 5 જૂને ભારતનાં લગભગ 2000 ઉત્પાદકોને પ્રવેશ શુલ્કમાં આપવામાં આલેવી છુટને પરત લેવામા આવશે એટલે કે તેમની પાસે હવે એ દરજ્જો નહીં રહે. આ નિર્ણયથી ભારતને અમેરિકાનાં બજારમાં મોંઘવારીનો સામનો કરવો પડ્યો. જેનાં કારણે હવે અમેરિકાને જબાવ આપવા માટે ભારત સરકારે આ નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here