પાકિસ્તાનની સુગર મિલના જનરલ મેનેજર સહિત બે અધિકારીઓ સામે ખેડૂતોને ચુકવણી નહીં કરવા અને ચુકવણી માટે કરાયેલા કરારનું ઉલ્લંઘન કરવાના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો હતો.
સત્તાવાર સુત્રોએ અહીં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ખેડુતોના પ્રતિનિધિ મંડળ મદદનીશ કમિશનર દીપલપુર ખાલિદ અબ્બાસ સીઆલને મળ્યા હતા અને તેમને માહિતી આપી હતી કે અબ્દુલ્લા સુગર મિલ્સ દ્વારા 31 ડિસેમ્બર સુધીમાં 1,152 ખેડૂતોને રૂ. 17 કરોડની ચૂકવણી કરવામાં આવી નથી. જેની ચુકવણી મીલ દ્વારા સરકાર અને કિસાન પ્રતિનિધિઓ વચ્ચે થયેલા કરાર મુજબ કરવી પડશે.
પ્રતિનિધિ મંડળે મદદનીશ કમિશનરને માહિતી આપી હતી કે બાકી ચૂકવણું ન કરારનું ઉલ્લંઘન છે. જે બાદ મહેસૂલ વિભાગ અને પોલીસની ટીમે ઉપરોક્ત સુગર મિલના બે અધિકારીઓ ઇફ્તીકાર અહમદ અને નદીમ ગિલની ધરપકડ કરી હતી. પોલીસે તેમની સામે જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે.