ખાંડના ભાવમાં ક્વીન્ટલ દીઠ 60 થી 70 રૂપિયાના વધારાનો જમ્પ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી ખાંડના ભાવ સાવ તળિયે ગયા પછી આ ભાવ વધારો ઘણા સમય પછી જોવા મળ્યો છે. સરકાર દ્વારા પણ ખાંડ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા તેમજ નિકાસ માટેની એક નવી ભૂમિકા ઘડવા માટે સરકાર તૈયારી કરી રહી છે, ત્યારે ખાંડ બજાર માટે આ એક સારા સમાચાર તરીકે જોવામાં આવી રહ્યા છે, ખાંડ મિલરો દ્વારા પણ સપ્ટેમ્બરનો નિર્ધારિત ક્વોટા ઘણા ખરા પ્રમાણ મા સેલ કરી દીધો હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.
હાલ જે ભાવ વધારો થયો છે તે એક સારી નિશાની તરીકે જોવામાં આવે છે અને સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવી રહ્યા છે તેનો સકારાત્મક અભિગમ ખાંડ ઉદ્યોગને રહ્યો હોવાનું પણ જાણવા મળે છે. જોકે મોટા ભાગની ખાંડ મિલો દ્વારા હજુ પણ નિકાસ માટેનો ક્વોટા જે નક્કી કરાયો હતો તે પૂરો કરવા સમર્થ રહી નથી
જોકે હજુ પણ સરકાર નિર્ણય લેવામાં મોડું કરે તો વિશ્વ લેવલ પર ખાંડ ની નિકાસ કરવી મુશ્કેલ બની રહેશે તેમ છતાં ઇન્ડસ્ટ્રી જે ટ્રાન્સપોર્ટ સબસીડી પરની પ્રપોઝલ મોકલી છે તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવે તેની રાહ જોઈને પણ બેઠી છે. ટ્રાન્સપોર્ટ સબસીડી માટે રૂં 250 થી ૩૦૦ પ્રતિ ક્વીન્ટલ ની માંગ કરવામાં આવી છે અને સરકાર તેમાં પણ પોઝિટિવ વિચારે તેવું લાગી રહ્યું છે.