કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન આજે બપોરે 3 વાગ્યે મહત્વના વિષયને પ્રેસને સંબોધન કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આ પ્રેસ કોન્ફરન્સમાં આર્થિક રાહતની ઘોષણા કરી શકે છે. કોરોનાની બીજી વેવને કારણે હોટલો, પર્યટન અને અન્ય ઘણા ઉદ્યોગો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં, આ તમામ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો આજની પત્રકાર પરિષદથી વિશેષ પેકેજની અપેક્ષા રાખશે.
આ સિવાય બેંકોના ખાનગીકરણ અંગે પણ કેટલીક મોટી જાહેરાત શક્ય છે. તાજેતરમાં, કેબિનેટ સચિવની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય પેનલે વિવિધ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સંબંધિત વિવિધ વહીવટી પ્રશ્નો અને નિયમન અંગે ચર્ચા કરી હતી. જેથી ડિસઇન્વેસ્ટમેન્ટ અથવા વૈકલ્પિક મિકેનિઝમ અંગેનો પ્રસ્તાવ મંત્રી જૂથ સમક્ષ મુકી શકાય.
નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં નીતી આયોગે ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે કેટલીક બેંકોના નામ સૂચવ્યાં હતાં. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકના નામોની ચર્ચા સૌથી વધુ થઈ છે. 2021 ના પોતાના બજેટ ભાષણમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બેંકોના ખાનગીકરણ વિશે વાત કરી હતી.