તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઈથનોલના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા અને “બી” હેવી મોલિસીસ માંથી ડિરેક્ટ પ્રોડક્શન કરવાનો નિર્ણય લેવાયો છે અને પેટ્રોલ પેદાશમાં ઈથનોલ મિક્સ કરવા માટેનો નિર્ણય અને તેની કિમંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે લીટર દીઠ 47.39 નક્કી કરાયા બાદ અને આવનારી ખાંડ ઉદ્યોગની સિઝન પણ અપેક્ષિત ન રહે તે ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે બી ગ્રેડ મોલિસીસમાંથી ડિરેક્ટ ઈથનોલ ઉત્પાદિત કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે
સામાન્ય રીતે કેન આધારિત ઈથનોલ ત્રણ અલગ અલગ રીતે ઉત્પાદિત કરી શકાતું હોઈ છે જેમાં કેન જ્યુસ દ્વારા ડાઈરેક્ટ ઉત્પાદિત કરી શકાતું હોઈ છે પણ સાથોસાથ બી ગ્રેડમોલેસીસ અને સી- ગ્રેડમોલિસીસમાંથી પણ ઉત્પાદિત કરી શકાતું હોઈ છે
કેન ઉત્પાદિત દેશનો વાત કરીએ તો એથનોલ ડિરેક્ટ સુગરકેન જ્યુસમાંથી જ ઉત્પાદિત કરવામાં આવે છે જયારે ભારતમાં ઈથનોલ હાલ માત્ર સી હેવી મોસેસીસમાંથી જ ઉત્પાદિત કરવામાં આવે છે કારણ કે એક મત એવો પણ છે કે પાકને ડાઇવર્ટ કરીને ફ્યુઅલ ઉત્પાદિત કરવામાં આવે તો ખાંડની અછત દેશમાં ઉભી થઇ શકે તેમ છે અને તે ખાસ કરીને ભારત દેશમાં ભારે સવેન્દનશીલ ઇસ્યુ બની જતો હોઈ છે અને છેલ્લા કેટલાક દાયકાથી એવું ચિત્ર જોવા મળતું પણ રહ્યું છે
તેમ છતાંશેરડીની નવી વેરાઈટીને કારણે 2017-18ના વર્ષમાં ખાંડનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે. ડોમેસ્ટિક માંગ 25 મિલિયન ટનની હોઈ છે તેને પણ ક્રોસ કરીને વર્ષ દરમિયાન 32 મિલિયન ટન ઉત્પાદન થયું છે જેને કારણે ખાંડના ભાવમાં તડાકો બોલી ગયો હતો
આવનારા દિવસોમાં અને વર્ષોમાં પણ શેરડી અને ખાંડનું પ્રોડક્શન હજુ પણ વધવાનું છે ત્યારે ખેડૂતોને જે ઉત્પાદિત ખર્ચ આવે છે તેના કરતા પણ ભાવ નીચે જવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે રીતેનું વૈશ્વિક વાતાવરણ છે અને બજાર છે તે જોતા આવનારા કેટલાક વર્ષો સુધી ખાંડ ઉદ્યોગ માટે ઘણા વિકટ પ્રશ્નો સામે આવી રહ્યા છે
આવી પરિસ્થિતિમાં હાલ ઉત્તર પ્રદેશ રાજ્ય કે જે ખાંડ અને શેરડીના પાકનું દેશનું સૌથી ઉત્પાદિત રાજ્ય છે ત્યારે ત્યાંની સરકાર હાલ ખાંડ ઉદ્યોગ અને તેના ઉત્પાદકોને મદદ કરવા અને ખાસ કરીને ખેડૂતોને નબળી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે તે માટે કમર કસી રહી છે
બી હેવી મોલિસીસનું રૂપાંતર કરવાનો નિર્ણયને કારણે ખાંડનું પ્રોડક્શન પણ ઘટશે જેને કારણે ખાંડના ભાવ પણ થોડા સમતોલ રહે તેવી આશા રાખવામાં આવી રહી છે અને તેને કારણે ખેડૂતોને જે પૈસા મળવા પાત્ર છે તે સરકાર દ્વારા આપી શકાશે
જો બી હેવી મોલેસીસમાંથી ઈથનોલ બનાવાની મેથડ અપનાવી લેવામાં આવશે જો ખાંડ નું પ્રોડક્શનને સરપ્લસ થતું બચાવી શકાશે અને ભાવ પણ નિયંત્રિત કરી શકાશે અને તેને કારણે શેરડી સંલગ્ન ભથ્થા દેવાના થતા હશે તેને ચૂકવી શકાશે તેમ કેન ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું