એક બાજુ કોરોનવાઈરસ ચીનની ઇકોનોમીને અસર કરી રહ્યું છે ત્યાં ચીનના કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે આર્મીવૉર્મ કીટકનો ભય વધુ તીવ્ર બની શકે છે, ચીન દ્વારા અત્યારથી જ નિવારણ અને નિયંત્રણના પગલાં વધુ આક્રમક બનાવા પડશે
મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે વિનાશક જંતુ આ વર્ષે મકાઈના વાવેતર ક્ષેત્રના લગભગ 6.67 મિલિયન હેક્ટરમાં અને અન્ય પાકને અસર કરે તેવી શક્યતા છે.
સરકારી સંસ્થાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આર્મીવોર્મ પ્રથમ વખત જાન્યુઆરી, 2019 માં ચીનમાં પહોંચ્યો હતો, ગયા વર્ષે ચીનમાં દસ લાખ હેક્ટરમાં ખેતીની જમીનને ફટકારીને મુખ્યત્વે મકાઈ અને શેરડીના પાકને નુકસાન પહોંચાડ્યું હોવાનું સરકારી સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે.
છેલ્લા ડિસેમ્બરથી ચીનના દક્ષિણપશ્ચિમ સિચુઆન પ્રાંતમાં ઓછામાં ઓછા 170 હેક્ટર ઘઉંના પાકને પહોંચી ચૂક્યો છે.