ટ્રેડ ડિસ્પ્યુટ અને ફયુલની ડિમાન્ડ પર આવેલી ઈમ્પૅક્ટને કારણે પેટ્રોલ અનવે ડીઝલના ભાવમાં ભારે ઘટાડો જોવા માલ્ટા અમેરિકી ક્રૂડના ભાવમાં ઓક્ટોબરના પિકનાં ભાવથી 21% ભાવ નીચે જોવા મળી રહ્યા છે જયારે બ્રેન્ટ પણ 18% નીચે જોવા મળી રહ્યો છે.
બ્રેન્ટ ક્રૂડ પણ એપ્રિલ પછી પેહેલી વખત 70 ડોલરની નીચેની સપાટી પર જોવા મળ્યો છે.એટલે કે છેલ્લા ચાર વર્ષમાં ઓક્ટોબરમાં ઓલટાઈમ હાઈ થયા બાદ 18% નીચે જોવા મળ્યો છે.બ્રેન્ટ 1.52 ડોલર ઘટીને 69.13 ડોલરના ભાવ સુધી ગયા બાદ થોડી રિકવરી કરીને 69.60 પર બંધ થયો હતો એટલે કે લગભગ 4.5 % નીચે સરકી ગયો હતો અને આ ક્વાર્ટરમાં લગભગ 16 જેટલો નીચે ગયો હતો.
સાથે સાથે અમેરિકન લાઈટ ક્રુસ પણ છેલ્લા 8 મહિનાની નીચી સપાટી પર આવીને પ્રતિ બેરલ60 ડોલરની નીચે જોવા મળ્યો હતો એટલે કે ઓટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં 20% જેટલો નિચો ટ્રેડ થયો હતો.આ પરિસ્થિતિને કારણે અમેરિકી માર્કેટ “બેર માર્કેટ”મકયા આવી ગઈ છે તેવું અમેરિકી બજારમાં ચર્ચા થઇ રહી છે.
લંડન બ્રોકરેજ પીવીએમ ઓઇલના સ્ટીફન બ્રેનોક જણાવે છે કે ક્રૂડની સ્લો ટ્રેન અટકે તેમ નથી અને એનર્જી કોમ્પ્લેક્સને કારણે અને તેની ડિમાન્ડને કારણે ક્રૂડના ભાવ હજુ દબાઈ શકે છે.ઓક્ટોબરમાં ક્રૂડના ભાવ વધ્યા તેનું કારણ અમેરિકાની સરકાર ઈરાન પણ પ્રતિબંધ મૂકે તેવી શક્યતા જોવાતી હતી અને તેને કારણે ઘણા દેશમાં ક્રૂડની અછત સર્જાઈ શકે તેવું હતું પરંતુ સાઉદી અરેબિયા,રશિયા અને અમેરિકાની શેલ કંપનીએ પોતાનું આઉટપુટ વધારી દેતા પરિસ્થિતિમાં પોઝિટિવ સુધારો આવ્યો હતો. બલ્કે અમેરિકા,રસિયા અને સાઉદી અરેબિયા દરરોજનું 33 મિલિયન બેરલ ઓઇલ પમ્પીંગ કરી રહ્યા છે જે વિશ્વનું ત્રીજા ભાગનું ઓઇલ છે. સાથોસાથ અમેરિકા દ્વારા ઇરાનના મોટા બાયર દેશ છે ત્યાંથી 6 મહિના માટે ઓઇલ ખરીદવા માટે મજૂરી આપી દેતા પરિસ્થિતિ સાનુકૂળ બની હતી આ દેશની યાદીમાં ચીન અને ભારત પણ સામેલ છે.
વિશ્વભરમાં હાલ મંદી જોવા મળી રહી છે ત્યારે ઓઈલના ભાવ પર બ્રેક લાગી રહેશે તેવું પણ એક્સપર્ટ માની રહ્યા છે.અને નવા ઓર્ડર મળવામાં હજુ સમય લાગે અથવા તેમાં સ્લો ડાઉન પણ જોવા મળી શકે તેમ છે.