લખનૌ: સમાજવાદી પાર્ટીએ સુગર મિલો દ્વારા બાકીદારોને ચુકવણી કરવામાંથયેલા વિલંબ માટે યોગી આદિત્યનાથ સરકારને ફટકાર લગાવી છે. સમાંજવાળી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે જ્યારે ભાજપે ખેડૂતોને તેમની આવક બમણી કરવા જેવા ઘણાં મોટાં વચનો આપ્યા હતા, ત્યારેઉત્તર પ્રદેશની સરકારના આચરણે સાબિત કર્યું હતું કે તે ખેડૂતોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ નથી.
તેમણે કહ્યું કે, આવક બમણી કરવાની વાત તો એકબાજુપણ દેશમાં , ફુગાવાના ડબલ રેટ અને બજારમાં કૃષિ પાકોના ઓછા ભાવને કારણે ખેડૂત મુશ્કેલીઓમાંઆવી ગયો છે બલ્કે ફસાય ગયો છે. યાદવે કહ્યું કે, યોગી આદિત્યનાથ સરકારે છેલ્લા ચાર વર્ષમાં શેરડીના એસએપીમાં એક રૂપિયાનો વધારો કર્યો નથી. તેમણે દાવો કર્યો હતો કે, 2012 માં એસપી સરકારે એસએપીમાં પ્રતિ ક્વિન્ટલમાં 40 રૂપિયા વધારો કર્યો હતો. તેમણે કહ્યું કે સુગર મિલો દ્વારા શેરડીના બાકી ચુકવણીના વિલંબથી ગ્રામીણ અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે અને હાલમાં શેરડીની પિલાણની સીઝન દરમિયાન રૂ. 10,000 કરોડથી વધુની રકમ બાકી છે.