શેરડીના ઓવરલોડિંગ વાહનો સામે ઉત્તર પ્રદેશ પોલીસ લેશે પગલાં

ઉત્તર પ્રદેશમાં શેરડીનું ઓવરલોડિંગ કરીને જતા વાહનો સામે હવે રટવાઈ ઉતારી શકે છે.ઉત્તર પ્રદેશ સરકારે આવા ઓવરલોડિંગ વાહનો પર ગંભીરતાથી દંડ ફટકારવાનું નક્કી કર્યું છે.. આ કાયદાઓનું ઉલ્લંઘન કરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે. સુગર મિલમાં શેરડી લાવનારા મિલ અધિકારીઓ, મન્સુરપુર પોલીસ અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં શેરડી લાવનારા વાહનો માટે કેટલાક ધોરણો નક્કી કરાયા હતા.

બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે જો ચેકીંગ દરમિયાન નાની ટ્રોલીમાં 200 ક્વિન્ટલથી વધુ શેરડી, મધ્યમ ટ્રોલીમાં 250 ક્વિન્ટલ અને મોટી ટ્રોલીમાં 300 ક્વિન્ટલ મળી આવશે તો તેમના પર દંડ ફટકારવામાં આવશે.

બેઠક દરમિયાન પોલીસ સ્ટેશનના પ્રભારી મનોજ ચહલે કહ્યું હતું કે, “જો ધોરણોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here