ઉત્તર પ્રદેશ સરકારના શેરડી કમિશ્નર સંજય આર. ભૂસરેડ્ડીએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યમાં અને દેશમાં પણ કોરોનાવાયરસના પ્રસારને રોકવા માટે પ્રતિબદ્ધ છે અને આ માટે રાજ્યમાં સેનિટાઇઝરનું સતત ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકારની સૂચના મુજબ, રાજ્યમાં સ્થાપિત સુગર મિલો,ડિસ્ટિલરીઓ અને ડ્રગ લાઇસન્સ એકમોને હેન્ડ સેનિટાઇઝર બનાવવા માટે ઝડપી ગતિએ એફએલ-41 લાઇસન્સ આપવામાં આવ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 27 સુગર મિલ,12 ડિસ્ટિલરી અને 46 અન્ય એકમો સેનિટાઇઝર ઉત્પાદન કરી રહી છે. 30 એપ્રિલ સુધીમાં રાજ્યમાં 35.99 લાખ લિટર સેનિટાઇઝરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે,જેમાંથી 14.50 લાખ લિટર સેનિટાઇઝર દેશના વિવિધ રાજ્યોમાં પૂરા પાડવામાં આવ્યા છે.
જે રાજ્યોને પણ સેનિટાઝીર આપવામાં આવ્યા છે તેમાં દિલ્હી રાજયને 2,46,004 લિટર,મહારાષ્ટ્ર 2,89,350 લિટર, હરિયાણા 4,11,445 લિટર,પંજાબ 30,095 લિટર, ઉત્તરાખંડ 66,644 લિટર,તમિળનાડુ 25,898 લિટર, કર્ણાટક 71,510 લિટર,મધ્યપ્રદેશ 18,916 લિટર, બિહાર 28,710 લિટર,આસામ 22,606 લિટર,ઓડિશા 12,805 લિટર,રાજસ્થાન 25,543 લિટર,કેરળ 2,545 લિટર ઝારખંડ 13,751 લિટર,ચંદીગઢ 2,765 લિટર, છત્તીસગઢ 3,245 લિટર,ગુજરાત 59,637 લિટર, જમ્મુ-કાશ્મીરમાં 3,705 લિટર,તેલંગાણામાં 12,726 લિટર,પશ્ચિમ બંગાળમાં 23,016 લિટર,દાદરા અને નગર હવેલીમાં 60,000 લિટર અને નાગાલેન્ડમાં 620 લિટર સેનિટાઇઝર પહોંચાડવામાં આવ્યું છે.