સમ્રગ ભારતમાં આ વર્ષે શિયાળા દરમિયાંભારે ઠંડી પડ્યા બાદ 2020 સામાન્ય ઉનાળા કરતાં વધુ ગરમ સાથે લોકોને સામનો કરવો પડે તો નવાઈ નહિ. ભારતના હવામાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર માર્ચ-મે દરમિયાન હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ,પશ્ચિમ રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં સરેરાશ મહત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વત્તા સામાન્ય કરતા વધારે રહેવાની સંભાવના છે.
આઇએમડીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,જમ્મુ, હરિયાણા,ચંદીગઢ. અને દિલ્હીમાં ઉનાળાના તાપમાનમાં આશરે 0.5-1 ડિગ્રી તાપમાન જોવા મળશે. આ પ્રદેશોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન સમાન ડિગ્રીમાં પણ વધારો થવાની સંભાવના છે.
2016થી,આઇએમડી,મિનિસ્ટ્રી ઓફ અર્થ સાઇન્સ, મોનસૂન મિશન કપલ્ડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ (એમએમસીએફએસ)મોંડેલ વિકસિત કરેલી આગાહીઓને આધારેગરમ અને ઠંડા બંને હવામાન સિઝન માટે દેશમાં પેટાવિભાગ સ્કેલ તાપમાન માટે મોસમી આગાહી દર્શાવે છે.