સેન્સેક્સ આજે 27 જાન્યુઆરીએ 240.72 પોઇન્ટના ઘટાડા સાથે 41,372.47 પર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે એનએસઈ નિફ્ટી 76.70 પોઇન્ટના ઘટાડા સાથે 12,171.55 પર ટ્રેડ કરી રહ્યા છે.
એ જ રીતે સવારે 10: 15 વાગ્યે સેન્સેક્સ 41,477.31 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 12,205.15 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ પેકમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એમ એન્ડ એમ, ટાઇટન અને એનટીપીસી ટોપ ગેઇનર રહ્યા હતા. બીજી બાજુ, ટાટા સ્ટીલ, કોટક બેંક, એચડીએફસી જોડિયા, હીરો મોટોક્રોપ, એસબીઆઇ અને ટેક મહિન્દ્રા.
કેટલાક મોટા શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, વેંદાતા, હિંડાલ્કો, ભારતી ઈન્ફ્રાટેલ અને ટાટા મોટર્સ 2.04-4.05 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, ટીસીએસ, ડૉ.રેડ્ડીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, યસ બેન્ક અને યુપીએલ 0.07-0.68 ટકા સુધી વધ્યા છે.
ચલણના મોરચે સવારના સત્રમાં રૂપિયો 10 પૈસા તૂટીને 71.43 ના સ્તરે છે.