ઑગસ્ટ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન, ભારતમાં ઘઉંનું આગમન વિવિધ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC) યાર્ડમાં 12 વર્ષની ટોચે પહોંચ્યું હતું.
બિઝનેસલાઈનમાં પ્રસિદ્ધ થયેલા ન્યૂઝ રિપોર્ટ અનુસાર, તે 57 ટકા વધીને 2.27 મિલિયન ટન (MT) થયો છે જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1.44 MT હતો.
નોંધનીય છે કે તાજેતરમાં જ સરકારે કહ્યું હતું કે દેશમાં અનાજનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ઘઉં, લોટ અને ચોખાના ભાવ નિયંત્રણમાં છે. મંત્રાલયે કહ્યું કે ઘઉં અને ચોખાના છૂટક અને જથ્થાબંધ ભાવમાં ઘટાડો નોંધાયો છે અને લોટના ભાવ સ્થિર રહ્યા છે. સરકારે કહ્યું કે તેણે ભાવમાં વધુ વધારો ટાળવા માટે સક્રિય પગલાં લીધાં છે અને ઘઉં અને ચોખાના કિસ્સામાં નિકાસ નિયમો લાગુ કર્યા છે.