નાણા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે ફુગાવામાં વધારો પ્રતિકૂળ તુલનાત્મક આધાર ઉપરાંત ખાદ્ય ચીજવસ્તુઓ અને ઇંધણના ભાવમાં વધારાને કારણે થયો છે. આ સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે લેવામાં આવેલા પગલાની આગામી મહિનાઓમાં અસર પડશે,
એક ટ્વિટમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, “ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત છૂટક ફુગાવો (ગ્રોસ ઇન્ફ્લેશન) જુલાઈ 2022માં 6.71 ટકાથી વધીને ઓગસ્ટમાં 7 ટકા થયો છે. આ પ્રતિકૂળ તુલનાત્મક અસર અને ખાદ્ય અને ઈંધણના ભાવમાં વધારાને કારણે છે.
જો કે, મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે સરકાર દ્વારા લોટ, ચોખા, મેડા વગેરેની નિકાસ પર લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે આ ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, “સરકારે ઘરેલુ પુરવઠો જાળવવા અને કિંમતોમાં વધારાને રોકવા માટે ઘઉંના લોટ, ચોખાના લોટ વગેરેની નિકાસ પર નિયંત્રણો લાદ્યા છે. આગામી મહિનાઓમાં આ પગલાંની નોંધપાત્ર હકારાત્મક અસર થવાની અપેક્ષા છે.