લોકડાઉન જાહેર થતાની સાથે જ ઘણા મજૂરો પોતાના જે તે શહેર કે કારખાનામાં જ ફસાઈ ગયા હતા પણ હવે આ શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયત્ન કરીને ટ્રેન અથવા બસ દ્વારા પોતાના વતન મોકલી રહી છે.
અમર ઉજાલામાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ બલરામપુરમાં સુગર મિલમાં ફસાયેલા 57 જેટલા શ્રમિકોને પોતાના વતન અથવા પોતાના ઘરે જવાની તક મળી છે.આ શ્રમિકો બલરામપુર સુગર મિલ,બજાજ સુગર મિલ ઇટાઇ અને તુલસીપુર મિલમાં કામ કરતા હતા. 25 માર્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં તેઓ પણ ફસાય ગયા હતા.તેઓએ લોકલ અધિકારીઓની ઓફિસમાં પોતાના વતન રાજસ્થાન જવા માટે એપ્લાઇ કર્યું હતું અને સૂચના મુજબ તેઓ માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સુગર મિલથી બસ સુધી લઇ જવા માટે પણ સોસીયલ ડિસ્ટન્સીસ પાળવામાં આવ્યું હતું