વર્લ્ડ કપ 2023:15 ઓક્ટોબરે ખેલાશે ભારત-પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ જંગ

મુંબઈ: ICC ODI વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલની રાહ આજે પૂરી થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટૂર્નામેન્ટ શરૂ થવાના બરાબર 100 દિવસ પહેલા આજે શેડ્યૂલની જાહેરાત કરી હતી. BCCIએ સવારે 11.30 વાગ્યે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલની જાહેરાત કરી હતી. અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની ટક્કર ક્રિકેટના કુંભ મેળાની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે ઉદઘાટન મેચ સાથે થશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો મુકાબલો રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ સામે થશે. તો ત્યાં ફાઇનલ મેચ 19મી નવેમ્બરે રમાશે.

વર્લ્ડ કપ દરમિયાન, 10 ટીમો 45 મેચોની રાઉન્ડ-રોબિન લીગમાં એકબીજા સામે ટકરાશે. આ પછી સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે. પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે જ્યારે બીજી સેમીફાઈનલ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.જો ભારત સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે તો તેની સેમીફાઈનલ ફાઈનલ મુંબઈમાં રમાશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

વાનખેડે સ્ટેડિયમે 2011 વર્લ્ડ કપની ફાઈનલની યજમાની કરી હતી, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. સંજોગવશાત, ઈડન ગાર્ડન્સે 1987ની ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટાઈટલ મેચનું આયોજન કર્યું હતું જે ઓસ્ટ્રેલિયાએ જીત્યું હતું.

પાકિસ્તાને બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે અને ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામેની મેચ રમવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ત્રણેય મેચ સામે વાંધો ઉઠાવ્યો હોવાના અહેવાલો હતા.પીસીબી ઇચ્છતું ન હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચ અમદાવાદમાં થાય.આ ઉપરાંત પીસીબીએ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ માટે સ્થળ બદલવાની વિનંતી કરી હતી. . હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાન ભારત સામે અમદાવાદમાં મેચ રમવા માટે રાજી થઈ ગયું છે.

ભારતીય ટીમનું સંપૂર્ણ શિડ્યુલ કંઈક આ પ્રકારનું છે…

8 ઓક્ટોબર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (ચેન્નઈ)

11 ઓક્ટોબર વિરુદ્ધ અફઘાનિસ્તાન (દિલ્હી)

15 ઓક્ટોબર વિરુદ્ધ પાકિસ્તાન (અમદાવાદ)

19 ઓક્ટોબર વિ. બાંગ્લાદેશ (પુણે)

22 ઓક્ટોબર વિરુદ્ધ ન્યુઝીલેન્ડ (ધર્મશાલા)

29 ઓક્ટોબર વિ. ઈંગ્લેન્ડ (લખનૌ)

2 નવેમ્બર વિ. ક્વોલિફાયર 2 (મુંબઈ)

5 નવેમ્બર વિ. દક્ષિણ આફ્રિકા (કોલકાતા)

11 નવેમ્બર v ક્વોલિફાયર 1 (બેંગલુરુ)

પ્રથમ સેમી ફાઈનલ મેચ 15 નવેમ્બર બુધવારે મુંબઈમાં રમાશે જ્યારે બીજી સેમી ફાઈનલ મેચ બીજા દિવસે કોલકાતામાં રમાશે.બંને સેમી ફાઈનલ મેચો માટે અનામત દિવસ રહેશે. 20 નવેમ્બરના રોજ અનામત રાખવામાં આવી છે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ મેચ હશે. તે સ્થાનિક સમય મુજબ બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.

વર્લ્ડ કપની મેચો રમવા માટે કુલ 10 સ્થળો હશે. હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગ્લોર, મુંબઈ અને કોલકાતા. હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વોર્મ-અપ મેચ રમાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here