લોકડાઉનની અસર અને તેના પ્રત્યાઘાત રૂપે ઉત્તર પ્રદેશની સરકાર વ્હારે આવી છે.ઉત્તર પ્રદેશમાં શેરડીના ઉત્પાદકો સહીત ખેડૂતોને મોટી રાહત આપતા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે જાહેરાત કરી હતી કે 21 દિવસના લોકડાઉન દરમિયાન ખાતરો અને બિયારણ વેચતા હોલસેલ અને રિટેલ બંને દુકાનને ખુલ્લી રહેવાની છૂટ આપવામાં આવશે.
મુખ્ય પ્રધાનના આદેશોનું પાલન કરતા ઉત્તર પ્રદેશના વહીવટી તંત્રે આ અંગે વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટો અને પોલીસ અધિકારીઓને નિર્દેશો જારી કર્યા છે. પાકના હાર્વેસ્ટીંગમાં સામેલ ખેડુતો અને કર્મચારીઓને લોકડાઉન પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે અને ખાતરો અને બિયારણની ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે, તેઓના ઉત્પાદનમાં સામેલ કંપનીઓ અને તેમના મજૂરો તેમ જ ઉપયોગમાં લેવાતા વાહનોને પણ મુક્તિ આપવામાં આવી છે.
આ અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે કોરોનાવાયરસ રોગચાળાની અસરને ઘટાડવા માટે લોકડાઉન વચ્ચે ગરીબ અને સ્થળાંતર કામદારો માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી.
સીતારામને એમ પણ જાહેર કર્યું હતું કે કેન્દ્ર પીએમ-કિસાન યોજના અંતર્ગત ખેડુતોને પ્રત્યેક રૂ .2,000ની ફ્રન્ટ લોડ એડવાન્સમેન્ટ હપ્તા આપશે, જેનો હિસાબથી તેના 8.7 કરોડ ખેડુતોને લાભ થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોનાવાયરસના ફેલાવાને પહોંચી વળવા સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરતા કહ્યું હતું કે, “સામાજિક અંતર” એ રોગનો સામનો કરવાનો એકમાત્ર વિકલ્પ છે,જે ઝડપથી ફેલાય છે.
વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રને એક ટેલીવિઝન સંબોધનમાં કહ્યું હતું કે રોગની સાંકળ તોડવી જરૂરી છે અને નિષ્ણાતોએ કહ્યું છે કે તેના માટે ઓછામાં ઓછા 21 દિવસની જરૂર છે.